કોઇ ચુંટણી સબંધમાં નાણાની ગેરકાયદેસર ચુકવણી
જે કોઇ વ્યકિત કોઇ ઉમેદવારે આપેલા સામાન્ય અથવા ખાસ લેખિત અધિકાર વિના તેની ચુંટણીનું કામ આગળ ધપાવવાના અથવા તેને ચુંટી કઢાવવાના હેતુથી કોઇ જાહેરસભા ભરવા માટે અથવા કોઇ જાહેરખબર પરિપત્ર કે પ્રકાશન માટે અથવા બીજા કોઇ પ્રકારે ખચૅ કરે અથવા કરવાનું અધિકૃત કરે તેને પાંચસો રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.
પરંતુ જો એવા અધિકાર વિના એવું વધુમાં વધુ દસ રૂપિયા સુધીનું ખચૅ કયૅા પછી કોઇ વ્યકિત સદરહુ ખચૅ કયૅલાની તારીખથી દસ દિવસની અંદર તે ઉમેદવારની લેખિત મંજુરી મેળવી લે તો તેણે સદરહુ ઉમેદવારે આપેલા અધિકારથી એવું ખચૅ કર્યુ છે એમ ગણાશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ
- પોલીસ અધિકાર બહારનો જામીની
· પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw