ચુંટણીનો હિસાબ ન રાખવા બાબત. - કલમ : 177

ચુંટણીનો હિસાબ ન રાખવા બાબત.

જે કોઇ વ્યકિત તે સમયે અમલમાં હોય તેવા કાયદા મુજબ અથવા કાયદાનો પ્રભાવ ધરાવતા કોઇ નિયમો મુજબ કોઇ ચુંટણીમાં અથવા તેના સબંધમાં થયેલા ખચૅનો હિસાબ રાખવાનું પોતાના માટે આવશ્યક હોવા છતા એવો હિસાબ ન રાખે તેને પાંચસો રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

* ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ

- પોલીસ અધિકાર બહારનો જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ