ખોટા સિકકા સરકારી સ્ટેમ્પ ચલણી નોટ અથવા બેંક નોટો બનાવવા બાબત
જે કોઇ વ્યકિત ખોટા સિકકા રેવન્યુના હેતુ માટે સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ સ્ટેમ્પ ચલણી નોટ અથાવ બેંક નોટ બનાવે અથવા તેમ કરવા માટેની કોઇ પ્રક્રિયા જાણી જોઇને કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ.- આ પ્રકરણના હેતુઓ માટે
(૧) બેંક નોટો એટલે દુનિયાના કોઇપણ ભાગમાં બેંકિગનો ધંધો કરતી કોઇ વ્યકિતએ બહાર પાડેલી અથવા કોઇ રાજયે અથવા સાવૅભૌમ સતાએ અથવા તેના અધિકાર હેઠળ બહાર પાડેલી અને નાણા તરીકે અથવા નાણાને બદલે ઉપયોગમાં લેવા ધારેલી અને રજુ કરનારને તે માંગે ત્યારે નાણા આપવા માટેની પ્રોમિસરી નોટ અથવા બાંયધરી નોટ
(૨) સિકકા નો અથૅ કોઇનેજ એકટ ૨૦૧૧ ની કલમ ૨ માં કરવામાં આવ્યા મુજબનો જ થશે અને તેમાં નાણા તરીકે તે સમયે વપરાતી અને એ રીતે વપરાશમાં લેવાના હેતુ માટે કોઇ રાજયના અથવા કોઇ સાવૅભૌમ સતાના અધિકારથી અથવા અધિકાર હેઠળ છાપ મારીને બહાર પાડેલી ધાતુનો સમાવેશ થાય છે.
(૩) એક પ્રકારનો ખરો સ્ટેમ્પ બીજા પ્રકારના ખરા સ્ટેમ્પ જેવો લાગે એવી ખોટી બનાવટ કરે તે ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવાનો ગુનો કરે છે.
(૪) છેતરપીંડી કરવાના ઇરાદાથી અથવા એમ કરવાથી છેતરપિંડી થશે એવો સંભવ હોવાનું જાણવા છતા જે કોઇ વ્યકિત કોઇ સાચા સિકકાને તે હોય તેથી જુદો દેખાય તેવો બનાવે તે ખોટા સિકકા બનાવવાનો ગુનો કરે છે.
(૫) ખોટા સિકકા બનાવવા ના ગુનામાં સિકકાના વજનને ઓછું કરવું અથવા તેના મિશ્રણમાં ફેરફાર કરવો અથવા તેના દેખાવમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. ગુનાઓનુ વર્ગીકરણ
આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો બિન-જામીની સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw