બનાવટી અથવા ખોટા સિકકા સરકારી સ્ટેમ્પ ચલણી નોટો અથવા બેંક નોટોનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવા બાબત - કલમ : 179

બનાવટી અથવા ખોટા સિકકા સરકારી સ્ટેમ્પ ચલણી નોટો અથવા બેંક નોટોનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવા બાબત

જે કોઇ વ્યકિત સિકકા સ્ટેમ્પ કોઇ ચલણી નોટ અથવા બેંક નોટ બનાવટી અથવા ખોટી છે એમ જાણવા છતા અને એમ માનવાને પોતાને કારણ હોવા છતા આયાત કરે અથવા નિકાસ કરે અથવા બીજી કોઇ વ્યકિતને વેચે અથવા પહોંચાડે અથવા તેમની પાસેથી ખરીદે અથવા મેળવે અથવા બીજી રીતે તેની લેવડ દેવડ કરે અથવા ખરી નોટ તરીકે તેનો ઉપયોગ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો બિન-જામીની

સેશન્સ ન્યાયાલય