બનાવટી અથવા ખોટા સિકકા સરકારી સ્ટેમ્પ ચલણી નોટો અથવા બેંક નોટો કબ્જામાં રાખવા બાબત
જે કોઇ વ્યકિત સિકકા સ્ટેમ્પ ચલણી નોટ અથવા બેંક નોટ તે બનાવટી અથવા ખોટી છે એમ જાણવા છતા એમ માનવાને પોતે કારણ હોવા છતા અને તેનો ખરી નોટ તરીકે ઉપ્યાોગ કરવાના અથવા ઉપયોગ કરવામાં આવે એવા ઇરાદાથી પોતાના કબ્જામાં રાખે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- જો કોઇ વ્યકિત બનાવટી અથવા ખોટા સિકકા સ્ટેમ્પ ચલણી નોટો અથવા બેંક નોટો કાયદેસરના સ્ત્રોતથી મેળવ્યા હોવાનું પ્રસ્થાપિત કરે તો તે આ કલમ હેઠળ ગુનો બનતો નથી.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
પોલીસ અધિકારનો બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw