બનાવટી અથવા ખોટા સિકકા સરકારી સ્ટેમ્પ ચલણી નોટો અથવા બેંક નોટો બનાવવા માટેના સાધન અથવા સામગ્રી બનાવવા અથવા કબ્જામાં રાખવા બાબત
જે કોઇ વ્યકીત સિકકા સરકાર દ્રારા મહેસુલના હેતુ માટે કાઢેલ સ્ટેમ્પ ચલણી નોટ અથવા બેંક નોટ બનાવટી અથવા ખોટા બનાવવા માટે કોઇ યંત્ર બીબું અથવા સાધન સામગ્રી ઉપયોગમાં લેવાના હેતુ માટે અથવા તેને ઉપયોગમાં લેવાનો ઇરાદો છે એમ જાણવા છતા અથવા એમ માનવાને પોતાને કારણ હોવા છતા તે બનાવે અથવા સુધારે અથવા બનાવવા માટેની કે તેને સુધારવા માટેની કોઇ પ્રક્રિયા કરે અથવા તે ખરીદે અથવા વેચે અથવા તેનો નિકાલ કરે અથવા તેને પોતાના કબજામાં રાખે તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw