ચલણી નોટો અથવા બેંક નોટોને મળતા આવતા દસ્તાવેજો બનાવવા અથવા તેનો ઉપયોગ કરવા બાબત. - કલમ : 182

ચલણી નોટો અથવા બેંક નોટોને મળતા આવતા દસ્તાવેજો બનાવવા અથવા તેનો ઉપયોગ કરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત ચલણી નોટ અથવા બેંક નોટ હોવાનું અભિપ્રેત હોય તેવો અથવા તેને કોઇ પ્રકારે મળતો આવતો અથવા કોઇ છેતરાય એટલે સુધી તેને મળતો આવતો દસ્તાવેજ બનાવે અથવા બનાવડાવે અથવા કોઇપણ હેતુસર વાપરે અથવા કોઇ વ્યકિતને આપે તેને ત્રણસો રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

(૨) જે દસ્તાવેજ બનાવવાનું કૃત્ય પેટા કલમ (૧) હેઠળ ગુનો ગણાય તેના ઉપર જેનુ નામ હોય તે વ્યકીત કોઇ પોલીસ અધિકારી જાણવા માંગે તે દસ્તાવેજ છાપનારનું અથવા બીજી રીતે તે બનાવનારનું નામ અને સરનામું જણાવવાની કાયદેસર કારણ વીના ના પાડે તો તેને છસો રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.

(૩) જે દસ્તાવેજ સબંધમાં કોઇ વ્યકિત ઉપર પેટા કલમ (૧) હેઠળના ગુનાનું ત્હોમત મુકવામાં આવ્યું હોય તે દસ્તાવેજ ઉપર અથવા તે સબંધમાં વપરાયેલા અથવા વહેંચાયેલા બીજા કોઇ દસ્તાવેજ ઉપર કોઇ વ્યકિતનું નામ હોય તો એથી વિરૂધ્ધનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તેણે જ તે દસ્તાવેજ બનાવડાવ્યો છે એમ માનવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૮૨(૧) -

૩૦૦ રૂપિયા સુધીનો દંડ - પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૨(૨) -

૬૦૦ રૂપિયા સુધીનો દંડ

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ