સરકારને નુકસાન કરવાના ઇરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઇ પદાથૅ ઉપરથી લખાણ ભુસી નાખવા અથવા કોઇ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાંથી કાંઢી લેવા બાબત - કલમ : 183

સરકારને નુકસાન કરવાના ઇરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઇ પદાથૅ ઉપરથી લખાણ ભુસી નાખવા અથવા કોઇ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાંથી કાંઢી લેવા બાબત

જે કોઇ વ્યકિત રાજયની આવક માટે સરકારે બહાર પાડેલો સ્ટેમ્પ લગાડેલો હોય એવા કોઇ પદાથૅ ઉપરથી એવો સ્ટેમ્પ જેના માટે વપરાયો હોય તે લખાણ અથવા દસ્તાવેજ કપટપુવૅક અથવા સરકારને નુકશાન કરવાના ઇરાદાથી કાઢી નાખે અથવા ભુંસી નાખે અથવા કોઇ બીજા લખાણ કે દસ્તાવેજ માટે તેનો ઉપયોગ થાય તે માટે કોઈ સ્ટેમ્પને જે લખાણ અથવા દસ્તાવેજ માટે તે ઉપયોગમાં લેવાયો હોય તેમાંથી કાઢી નાખે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ