કોઇ સરકારી સ્ટેમ્પ અગાઉ ઉપયોગમાં લેવાયો છે એવું જાણવા છતા તેનો ફરી ઉપયોગ કરવા બાબત.
જે કોઇ વ્યકિત રાજયની આવક માટે સરકારે બહાર પાડેલા જે સ્ટેમ્પનો અગાઉ ઉપયોગ થઇ ચુકયો છે એવું પોતે જાણતી હોય તે સ્ટેમ્પનો કપટપુવૅક અથવા સરકારને નુકશાન કરવાના ઇરાદાથી કોઇ પ્રયોજન માટે ઉપયોગ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw