સ્ટેમ્પનો ઉપયોગ થયો છે એમ દર્શાવતી કોઇ નીશાની છેકી નાખવા બાબત - કલમ : 185

સ્ટેમ્પનો ઉપયોગ થયો છે એમ દર્શાવતી કોઇ નીશાની છેકી નાખવા બાબત

જે કોઇ વ્યકિત રાજયની આવક માટે સરકારે બહાર પાડેલા કોઇ સ્ટેમ્પનો ઉપયોગ થઇ ચુકયો છે એવું દશૅાવવા માટે તે ઉપર કેરલી કે છાપ મારેલી નિશાની કપટપુવૅક અથવા સરકારને નુકશાન કરવાના ઇરાદાથી છેકી નાખે અથવા કાઢી નાખે અથવા જે ઉપરથી એવી નિશાની છેકી કે કાઢી નાખી હોય તે સ્ટેમ્પ જાણી જોઇને પોતાના કબ્જામાં રાખે અથવા વેચે અથવા તેનો નિકાલ કરે અથવા જેનો ઉપયોગ થઇ ચુકયાનું પોતે જાણતી હોય તે સ્ટેમ્પ વેચે અથવા તેનો નિકાલ કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વર્ગીકરણ

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ