ખોટા સ્ટેમ્પનો પ્રતિબંધ
(૧) જે કોઇ વ્યકિત
(એ) ખોટા સ્ટેમ્પ બનાવે જાણી જોઇને ફરતો મુકે તેની આપ લે કરે અથવા તે વેચે અથવા ખોટો સ્ટેમ્પ જાણી જોઇને ટપાલના કામે ઉપયોગ લે અથવા
(બી) કોઇ ખોટ સ્ટેમ્પ કાયદેસરના પ્રયોજન વિના પોતાના કબ્જામાં રાખે અથવા
(સી) ખોટા સ્ટેમ્પ બનાવવા માટેનું બીબું, પ્લેટ, સાધન અથવા સામગ્રી બનાવે અથવા કાયદેસરના પ્રયોજન વિના તે પોતાના કબ્જામાં રાખે તેને બસો રૂપિયા સુધીની દંડની શિક્ષા કરવામાં આવશે.
(૨) ખોટો સ્ટેમ્પ બનાવવા માટે કોઇ વ્યકિતના કબ્જામાંનો એવો કોઇ સ્ટેમ્પ, બીબું, પ્લેટ, સાધન અથવા સામગ્રી કબ્જે કરી શકાશે અને કબ્જે લેવામાં આવે તો જપ્ત કરવામાં આવશે.
(૩) આ કલમમાં ખોટો સ્ટેમ્પ એટલે ટપાલનો દર દશૅાવવા માટે સરકારે બહાર પાડેલી હોવાનું ખોટી રીતે અભિપ્રેત થતુ હોય તેવો સ્ટેમ્પ અથવા એ હતુ માટે સરકારે બહાર પાડેલા કોઇ સ્ટેમ્પની કાગળ ઉપર અથવા બીજી રીતે કરેલી હોય તેવી કોઇ પ્રતિકૃતિ અથવા નકલ અથવા તેનું પ્રતિરૂપ
(૪) આ કલમમાં અને કલમો ૧૭૮ થી ૧૮૧ (બંને સહિત) અને કલમ ૧૮૩ થી કલમ ૧૮૫ (બંને સહિત) ની કલમોમાં સરકાર શબ્દ ટપાલના દર દર્શાવવા માટે બહાર પાડેલા કોઇ સ્ટેમ્પના સબંધમાં કે તેના સંદભૅમાં વપરાયો હોય ત્યારે કલમ-૨ ના ખંડ (૧૨) માં ગમે તે મજકુર હોય તે છતા તે શબ્દમાં ભારતના કોઇ ભાગમાં અથવા કોઇ વિદેશમાં સરકારી વહીવટ ચલાવવા માટે કાયદાથી અધિકૃત થયેલી વ્યકિત અથવા વ્યકિતઓનો સમાવેશ થાય છે એમ ગણાશે.
ગુનાઓનુ વર્ગીકરણ ૨૦૦ રૂપિયા સુધીનો દંડ - પોલીસ અધિકારનો - જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw