ટંકશાળમાં નોકરી કરતી વ્યકિતએ કાયદાથી નકકી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા વજનના મિશ્રણના સિકકા બનાવવા બાબત.
જે કોઇ વ્યકિત ભારતમાં કાયદેસર રીતે સ્થપાયેલી કોઇ ટંકશાળમાં પોતે નકકી કરતી હોય અને તે ટંકશાળમાંથી બહાર પડતા સિકકાને કાયદાથી નકકી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા જુદા વજનના અથવા મિશ્રણવાળા બનાવવાના ઇરાદાથી કોઇ કૃત્ય કરે અથવા જે કોઇ કૃત્ય કરે અથવા જે કોઇ કૃત્ય કરવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોય તે કાયૅ ન કરે તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો
બિન-જામીની
પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw