કાયદા વિરૂધ્ધની મંડળી - કલમ : 189

કાયદા વિરૂધ્ધની મંડળી

(૧) પાંચ અથવા વધુ વ્યકિતઓની મંડળીને જો તેની અંગભુત વ્યકિતઓનો સમાન ઉદ્દેશ નીચે મુજબ હોય તો કાયદા વિરૂધ્ધની મંડળી કહેવામાં આવે છે.

(એ) કેન્દ્ર અથવા કોઇ રાજય સરકાર ઉપર અથવા સંસદ અથવા કોઇ રાજયના વિધાનમંડળ ઉપર અથવા રાજયસેવકની હેસિયતથી પોતે કાયદેસરની સતા વાપરતો હોય ત્યારે કોઇ રાજયસેવક ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દાખવી ધાક બેસાડવાનો અથવા

(બી) કોઇ કાયદાની અથવા કોઇ કાનુની કામગીરી હુકમની અમલ બજવણીનો સામનો કરવાનો

અથવા (સી) કોઇ બગાડ કે ગુનાહિત અપ પ્રવેશ કે બીજો ગુનો કરવાનો અથવા

(ડી) ગુનાહિત બળથી અથવા કોઇ વ્યકિતને બળ દાખવીને કોઇ મિલકતનો કબ્જો લેવાનો કે મેળવવાનો અથવા કોઇ વ્યકિતના કબ્જા કે ભોગવટામાં હોય તેવા તે રસ્તે આવવા જવાના હકના ઉપભોગથી અથવા પણીનો ઉપયોગ કરવાના હકથી કે બીજા અમુતે હકથી તેને વંચિત કરવાનો અથવા કોઇ હકનો અમલ કરાવવાનો અથવા

(ઇ) ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દાખવીને જે કરવા કોઇ વ્યકિત કાયદેસર રીતે બંધાયેલ ન હોય તે કરવાની અથવા જે કરવાનો તેને કાયદેસર હક હોય કે તે ન કરવાની તેને ફરજ પાડવાનો સ્પષ્ટીકરણ.- એકઠી થઇ ત્યારે જે મંડળી કાયદા વિરૂધ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરૂધ્ધની મંડળી બની શકે.

(૨) જે કોઇ વ્યકિત જે બાબતો કોઇ મંડળીને કાયદા વિરૂધ્ધ મંડળી બનાવે તે બાબતોથી માહિતગાર હોવા છતા ઇરાદાપુવૅક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરૂધ્ધની મંડળીનો સભ્ય કહેવાય અને આવા સભ્યને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત કોઇ કાયદા વિરૂધ્ધની મંડળીીને કાયદામાં ઠરાવેલી રીતે વિખેરાઇ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતા તેવી કાયદા વિરૂધ્ધની મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત પ્રાણઘાતક હથિયારથી અથવા જેને આક્રમક હથિયાર તરીકે વાપરતાં મૃત્યુ નિપજવાનો સંભવ હોય એવી કોઇ વસ્તુથી પોતે સજજ થયેલી હોય અને કાયદા વિરૂધ્ધની મંડળીની સભ્ય હોય તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૫) જે કોઇ વ્યકિત જેનાથી જાહેર શાંતિનો ભંગ થવાનો સંભવ હોય એવી પાંચ અથવા વધુ વ્યકિતઓની કોઇ મંડળીને વિખેરાઇ જવાનો કાયદેસરનો હુકમ થયા પછી જાણી જોઇને તેમાં ભળે અથવા ચાલુ રહે તેને છ મહીના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- પેટ કલમ (૧) ના અર્થ મુજબ તે મંડળી કાયદા વિરૂધ્ધની મંડળી હોય તો ગુનેગારને પેટા કલમ (૩) હેઠળ શિક્ષા કરવામાં આવશે.

(૬) જે કોઇ વ્યકિત કાયદા વિરૂધ્ધની કોઇ મંડળીમાં સામેલ થવા માટે અથવા તેના સભ્ય બનવા માટે કોઇ બીજી વ્યકિતને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપવાના કરીને રાખવામાં રોકવામાં કે નોકરીમાં રાખવામાં પ્રોત્સાહન આપે કે આંખ આડા કાન કરે તેને તે કાયદા વિરૂધ્ધની મંડળીના સભ્ય તરીકે અને એ રીતે ભાડે રખાયા રોકાયા કે નોકરીમાં રખાયા અનુસાર એવી કોઇ વ્યકિત કાયદા વિરૂધ્ધની મંડળીના સભ્ય તરીકે કોઇ ગુનો કરે તે માટે તે પોતે ણે કાયદા વિરૂધ્ધની મંડળીની સભ્ય રહી હોય અથવા તેણે જાતે તે ગુનો કયૅ નો હોય એમ શિક્ષા કરવામાં આવશે.

(૭) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતઓને કોઇ કાયદા વિરુધ્ધની મંડળીમાં ભળવા કે તેના સભ્ય બનવા માટે પૈસા આપવાના કરીને રાખવામાં રોકવામાં કે નોકરીમાં રાખવામાં આવી હોવાનું અથવા તેમને પૈસા આપવાના કરીને રાખવામાં રોકવામાં કે નોકરીમાં રાખવામાં આવનાર છે એવું જાણવા છતાં તેમને પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગામાં આશરો આપે આવવા દે કે એકઠા કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૮) જે કોઇ વ્યકિત પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલું કોઇ કૃત્ય કરવા અથવા તે કરવામા સહાય કરવા માટે રોકાય કે પૈસા લેવાના કરીને રહે અથવા તેમ રહેવા કે રોકાવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તેને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૯) જે કોઇ વ્યકિત પેટ કલમ (૮)માં ઉલ્લેખ્યા પ્રમાણે રોકાઇ હોય કે પૈસા લેવાના કરીને રહી હોય અને પ્રાણઘાતક હથિયાર અથવા જેને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મૃત્યુ થવાનો સંભવ હોય તે વસ્તુથી સજજ થઇને ફરે અથવા ફરવા માટે રોકાય કે તેમ કરવાની તૈયારી બતાવે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૧૮૯(૨).

-૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ કલમ-૧૮૯(૩)-

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

-પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૯(૪)- - ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

-કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૯(૫)

-૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૯(૬) -

- મંડળીના સભ્ય માટે અને મંડળીનો કોઇ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા

- પોલીસ અધિકારનો

- તે ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- તે ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરી શકનાર ન્યાયાલય

કલમ-૧૮૯(૭) -

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

-પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૯(૮)-

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૧૮૯(૯)-

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ