હુલ્લડ કરવાના ઇરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા બાબત હુલ્લડ થાય તો હુલ્લડ ન થાય તો
જે કોઇ વ્યકિત એવા ઉશ્કેરાટના કારણે હુલ્લડનો ગુનો કરવામાં આવે એવા ઇરાદાથી અથવા તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતા ગેરકાયદેસર કૃત્ય કરીને કોઇને દ્રેષબુધ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરી મુકે તેને એવા ઉશ્કેરાટના પરિણામે હુલ્લડનો ગુનો બને તો એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને હુલ્લડનો ગુનો ન બને તો છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
ભાગ-૧- હુલ્લડ થાય તો
- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
ભાગ-૨- હુલ્લડ ન થાય તો
- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw