જે જમીન ઉપર કાયદા વિરૂધ્ધની મંડળી હોય અથવા હુલ્લડ થયેલ હોય તેના માલિક ભોગવટો કરનાર વિગેરેની જવાબદારી
(૧) કોઇ કાયદા વિરૂધ્ધની મંડળી મળે કે હુલ્લડ થાય ત્યારે જે જમીન ઉપર તેવી મંડળી મળી હોય અથવા તેવું હુલ્લડ થયું હોય તેનો માલિક અથવા તેનો ભોગવટો કરનાર અને તે જમીનમાં હિત ધરાવનારી કે હિત હોવાનો દાવો કરનારી વ્યકિત અથવા તેનો એજન્ટ કે મેનેજર ગુનો થઇ રહ્યો છે. અથવા થયો છે એમ જાણવા છતા અથવા તે થવાનો સંભવ છે એમ માનવાને કારણ હોવા છતાં અથવા નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનાર અધિકારીને તે પોતાનાથી બને તેટલી વહેલી તકે ખબર ન આપે તો અને તે ગુનો થવાની તૈયારી છે એમ પોતાને માનવાને કારણ હોય તે સંજોગોમાં તે થતો અટકાવવા માટે પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના ઉપાયો ન લે તો અને તે ગુનો બને તે પ્રસંગે કાયદા વિરૂધ્ધની મંડળીને વિખેરી નાંખવામાં કે હુલ્લડને દાબી દેવામાં પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને વધુમાં વધુ એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા કરવામાં આવશે.
(૨) જે જમીન અંગે કોઇ હુલ્લડ થયું હોય તે જમીનની જે વ્યકિત માલિક અથવા ભોગવટો કરનારી હોય અથવા જે જમીનમાં અથવા જે વિષયની તકરારમાંથી હુલ્લડ થયું હોય તેમાં કોઇ હિત હોવાનો દાવો કરતી હોય અથવા તેમાંથી જેણે કંઇ ફાયદો ઉઠાવ્યો હોય કે મેળવ્યો હોય તેવી કોઇ વ્યકિતના ફાયદા માટે કે તેના વતી હુલ્લડ કરવામાં આવે ત્યારે તે વ્યકિત પોતાને અથવા પોતાના એજન્ટને અથવા મેનેજરને એવું હુલ્લડ થવાનો સંભવ છે અથવા જે કાયદા વિરૂધ્ધની મંડળીએ હુલ્લડ કર્યું હતું તે મંડળી એકઠી થવાનો સંભવ છે એવું માનવાને કારણ હોવા છતા તે મંડળી એકઠી થતી અટકાવવા કે તે હુલ્લડ થતું અટકાવવા માટે અને તેને દાબી દેવા અને વિખેરી નાંખવા માટે પોતાની પાસે ઉપલબ્ધ હોય એવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને દંડની શિક્ષા કરવામાં આવશે.
(૩) જે જમીન અંગે કોઇ હુલ્લડ થયું હોય તે જમીનની જે વ્યકિત માલિક અથવા ભોગવટો કરનારી હોય અથવા તે જમીનમાં અથવા જે વિષયની તકરારમાંથી હુલ્લડ થયું હોય તેમા કોઇ હિત હોવાનો દાવો કરતી હોય અથવા તેમાંથી જેણે કંઇ ફાયદો ઉઠાવ્યો હોય કે મેળવ્યો હોય તેવી કોઇ વ્યકિતના ફાયદા માટે કે તેના વતી તે હુલ્લડ કરવામાં આવે ત્યારે તે વ્યકિતના એજન્ટ અથવા મેનેજરે પોતાને એવું હુલ્લડ થવાનો સંભવ છે અથવા જે કાયદા વિરૂધ્ધની મંડળીએ હુલ્લડ કર્યુ હતુ તે એકઠી થવાનો સંભવ છે એમ માનવાને કારણ હોવા છતા તે મંડળી એકઠી થતી અટકાવવા કે હુલ્લડ થતું અટકાવવા માટે તેને દાબી દેવા અને વિખેરી નાંખવા માટે તેની પાસે ઉપલબ્ધ હોય એવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને દંડની શિક્ષા કરવામાં આવશે.
તે વ્યકિતના એજન્ટ અથવા મેનેજરે પોતાને એવું હુલ્લડ થવાનો સંભવ છે અથવા જે કાયદા વિરૂધ્ધની મંડળીએ હુલ્લડ કર્યુ હતુ તે એકઠી થવાનો સંભવ છે એમ માનવાને કારણ હોવા છતા તે મંડળી એકઠી થતી અટકાવવા કે હુલ્લડ થતું અટકાવવા માટે તેને દાબી દેવા અને વિખેરી નાંખવા માટે તેની પાસે ઉપલબ્ધ હોય એવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૯૩(૧)-
૧૦૦૦ રૂપિય સુધીનો દંડ
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૧૯૩(૨) -
- દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૧૯૩(૩) -
- દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw