બખેડો
(૧) જયારે બે અથવા વધુ વ્યકિતઓ કોઇ જાહેર સ્થળમાં મારામારી કરીને શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય
(૨) જે કોઇ વ્યકિત બખેડો કરે તેને એક મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા એક સો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. કલમ ૧૯૫ હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજય સેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત જયારે કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કોઇ કાયદા વિરૂધ્ધની મંડળીને વિખેરી નાંખવાનો અથવા હુલ્લડ કે બખેડો દાબી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે રાજય સેવક પર હુમલો કરે અથવા કોઇ અડચણ કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પચ્ચીસ હજાર રૂપિયા કરતાં ઓછા ન હોય તેવા દંડની અથવા તે બંને શરીક્ષા કરવામાં આવશે.
(૨) જે કોઇ વ્યકિત જયારે કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કોઇ કાયદા વિરૂધ્ધની મંડળીને વિખેરી નાંખવાનો અથવા હુલ્લડ કે બખેડો દાબી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તેની પર હુમલો કરવાની ધમકી આપે કે કોઇ રાજય સેવકને અડચણ કરવાની કોશરીશ કરે કે ગુનાહિત બળ વાપરવાની ધમકી આપે કે કોશિશ કરે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૧૯૪(૨) -
- એક મહિના સુધીની કેદ અથવા ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને - પોલીસ અધિકાર બહારનો - જામીની - કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw