હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજય સેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા બાબત - કલમ : 195

હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજય સેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત જયારે કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કોઇ કાયદા વિરૂધ્ધની મંડળીને વિખેરી નાંખવાનો અથવા હુલ્લડ કે બખેડો દાબી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે રાજય સેવક પર હુમલો કરે અથવા કોઇ અડચણ કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પચ્ચીસ હજાર રૂપિયા કરતા ઓછા ન હોય તેવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત જયારે કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કોઇ કાયદા વિરૂધ્ધની મંડળીને વિખેરી નાંખવાનો અથવા હુલ્લડ કે બખેડો દાબી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તેની પર હુમલો કરવાની ધમકી આપે કે કોઇ રાજય સેવકને અડચણ કરવાની કોશીશ કરે કે ગુનાહિત બળ વાપરવાની ધમકી આપે કે કોશિશ કરે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૯૫(૧)-

- ૩ વષૅ સુધીની કેદ અથવા ઓછામાં ઓછો ૨૫૦૦૦ રૂપિયાનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૧૯૫(૨)-

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ