ધમૅ, જાતિ, જન્મ, સ્થળ નિવાસ, ભાષા વગેરે કારણોને લીધે જુદા જુદા વચ્ચે દુશમનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા બાબત - કલમ : 196

ધમૅ, જાતિ, જન્મ, સ્થળ નિવાસ, ભાષા વગેરે કારણોને લીધે જુદા જુદા વચ્ચે દુશમનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત

(એ) બોલેલા અથવા લખેલા શબ્દો વડે અથવા ચિન્હો વડે કે જોઇ શકાય તેવી નિશાની વડે કે ઇલેકટ્રોનિક સંચાર સાધનો દ્રારા કે અન્ય રીતે ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા, જ્ઞાતિ અથવા કોમના કારણે અથવા બીજા ગમે તે કારણે જુદા જુદા ધાર્મિક માનવ જાતિય અથવા ભાષાકીય પ્રાદેશિક જુથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે દુશ્મનાવટની ધિકકારની અથવા દ્વેષની લાગણીઓને પ્રોત્સાહન આપે કે તેમ કરવાની કોશિશ કરે અથવા

(બી) જુદા જુદા ધામિક, માનવ જાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક જુથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે સુમેળ રાખવા પ્રતિકુળ હોય એવાં જે કૃત્યથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય એવું અથવા જેનાથી ભંગ થવાનો સંભવ હોય એવું કૃત્ય કરે અથવા

(સી) કોઇ ધામિક, માનવ જાતિય, ભાષાકીય કે પ્રાદેશિક જુથ અથવા જ્ઞાતિ અથવા કોમ સામે કોઇ વ્યાયામ, હલનચલન, કવાયત અથવા તેવી બીજી પ્રવૃતિમાં ભાગ લેનારા ગુનાહિત બળ કે હિંસા વાપરે અથવા વાપરવાની તાલીમ લે એવા ઇરાદાથી અથવા ગુનાહિત બળ કે હિંસ વાપરે અથવા વાપરવાની તાલીમ લેશે એવા સંભવની ખબર હોવા છતા એવી પ્રવૃતિ ચલાવે અથવા તેવા ઇરાદાથી કે તેવા સંભવની ખબર હોવા છતા તેમા ભાગ લે અને એવી પવૃતિથી કોઇને કોઇ રીતે એવી ધાર્મિક માનવ જાતિય, ભાષાકીય અથવા જુથ અથવા જ્ઞાતિ કે કોમના લોકોમાં ભય કે ગભરાટ કે બિન સલામતીની લાગણી જન્મે કે જન્મવાનો સંભવ હોય તો તેને ત્રણ વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) ધર્મસ્થાન વગેરેમાં કરેલા ગુનો.- જે કોઇ વ્યકિત કોઇ ધર્મસ્થાનમાં અથવા ધામિક પ્રાથૅના કે ધામિક વિધિઓમાં રોકાયેલી મંડળીઓ અંગે પેટા કલમ (૧) માં નિદિષ્ટ કરેલો ગુનો કરે તેને પાંચ વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વગીકરણ

કલમ-૧૯૬(૧)-

-૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-બિન-જામીની

- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ

કલમ-૧૯૬(૨)-

-૫ વષૅ સુધીની કેદ અથવા દંડ

-પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ