રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કે કથનો કરવા બાબત
(૧) બોલેલા અથવા લખેલા શબ્દો કે ચિન્હો વડે કે જોઇ શકાય તેવી નિશાનીઓ વડે કે ઇલેકટ્રોનિક સંચાર સાધનો દ્રારા કે બીજી રીતે જે વ્યકિત
(એ) કોઇ વગૅની વ્યકિતઓ કોઇ ધામિક, માનવજાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક જુથ કે જ્ઞાતિ કે કોમના સભ્યો હોવાના કારણે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાનમાં ખરી શ્રધ્ધા અને નિષ્ઠા ધરાવી જ ન શકે અથવા ભારતના સાવૅભૌમત્વ અને એકતાને પુષ્ટિ આપી જ શકે એવો આક્ષેપ કરે અથવા પ્રસિધ્ધ કરે અથવા
(બી) કોઇ વગૅની વ્યકિતઓ કોઇ ધામિક, માનવજાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક જુથ અથવા જ્ઞાતિ કે કોમના સભ્યો હોવાના કારણે તેમને ભારતના નાગરિકો તરીકેના હકકો અપાય નહી અથવા તેમના એવા હકકો લઇ લેવા જોઇએ એવુ કથન કરે સુચન કરે સલાહ આપે પ્રચાર કરે અથવા પ્રસિધ્ધ કરે અથવા
(સી) કોઇ ધામિક, માનવજાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક જુથી અથવા જ્ઞાતિ કે કોમના સભ્યો હોવાના કારણે કોઇ વગૅની વ્યકિતઓની જવાબદારી સબંધી કોઇ કથન સુચન હિમાયત અથવા અનુરોધ કરે અથવા પ્રસિધ્ધ કરે અને એવું કથન સુચન હિમાયત અથવા અનુરોધ એ સભ્યો અને બીજા લોકો વચ્ચે વિખવાદ કે દુશ્મનાવટની અથવા ધિકકારની કે દુભૅાવની લાગણી જન્માવે અથવા જન્માવે તેમ હોય અથવા
(ડી) ભારતના સાવૅભૌમત્વ એકતા અને અખંડિતતા અથવા સુરક્ષાને જોખમમાં મુકતી ખોટી કે ગેરમાગૅ દોરતી માહિતી બનાવે કે પ્રકાશિત કરે તો તેને ત્રણ વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૨) જે કોઇ વ્યકિત કોઇ ધમૅસ્થાનમાં અથવા ધામિક પ્રાથૅના કે ધામિક વિધિઓમાં રોકાયેલા સમુદાયમાં પેટક કલમ (૧) માં નિદિષ્ટ કરેલો ગુનો કરે તેને પાંચ વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૯૭(૧)-
૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
-બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૧૯૭(૨)-
- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw