કોઇ વ્યકિતને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી રાજય સેવકે કાયદાની અવજ્ઞા કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કેવી રીતે વતૅવું એ વિષે કાયદાના કોઇ આદેશની અવજ્ઞા કરીને કોઇ વ્યકિતને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતે નુકશાન પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં જાણી જોઇને એવી અવજ્ઞા કરે તેને એક વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૧ વષૅ સુધીની કેદની સાદી અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw