રાજય સેવક દ્રારા કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરવી - કલમ : 199

રાજય સેવક દ્રારા કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરવી

રાજય સેવક દ્રારા કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરવી.

જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને

(એ) કોઇ ગુના બાબતમાં અથવા અન્ય કોઇ બાબતમાં તપાસના હેતુ માટે કોઇ વ્યકિતની કોઇ સ્થળે હાજરીની જરૂરીયાતથી તેને પ્રતિબંધિત કરતા કાયદાના કોઇ આદેશની જાણી જોઇને અવજ્ઞા કરે અથવા

(બી) કોઇ વ્યકિતને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી તેણે કેવી રીતે આવી તપાસ કરવી જોઇએ તે વિશે અન્ય કોઇ કાયદાના આદેશની જાણી જોઇને અવજ્ઞા કરે અથવા

(સી) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૭૩ ની પેટા કલમ (૧) હેઠળ કલમ -૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૭૭૯, કલમ-૧૨૪, કલમ-૧૪૩ અથવા કલમ-૧૪૪ હેઠળ પોલીસ અધિકાર હેઠળના શિક્ષાને પાત્ર ગુના બાબતે તેને આપવામાં આવેલ કોઇ માહિતીની નોંધણી કરવામાં ચુક કરે તેને ૬ મહિનાથી ઓછી નહી તેવી પરંતુ ૨ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૬ મહિનાથી ઓછી ન હોય તેવી અને ૨ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ