હાનિ પહોંચાડવાના ઇરાદાથી રાજય સેવકે ખોટો દસ્તાવેજ ઘડવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને કોઇ બીજી વ્યકિતને હાનિ પહોંચાડવાના ઇરાદાથી કે પોતે તેને હાનિ પહોંચાડે એવો સંભવ હોવાનું જાણવા છતા તે રીતે ખોટી હોવાનું પોતે જાણતી હોય કે માનતી હોય એ રીતે તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ઘડે તૈયાર કરે અથવા તેનું ભાષાંતર કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw