રાજય સેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા બાબત
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને એવી હેસિયતથી કાયદેસર રીતે અમુક મિલકત ન ખરીદવા કે મિલકતની હરાજીમાં તેની માગણી ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા પોતાના નામે અથવા બીજાને નામે અથવા સંયુકત રીતે અથવા બીજાની સાથે ભાગીદારીમાં તે મિલકત ખરીદે અથવા તેની હરાજીમાં માગણી કરે તેને બે વષૅ સુધી બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને જો મિલકત ખરીદી હોય તો તે જપ્ત કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને અને જો મિલકત ખરીદી હોય તો તેની જપ્તી
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw