રાજય સેવક પહેરતો હોય તેવો પોષાક કપટી ઇરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા બાબત - કલમ : 205

રાજય સેવક પહેરતો હોય તેવો પોષાક કપટી ઇરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા બાબત

જે કોઇ વ્યકિત પોતે રાજય સેવકના અમુક વગૅનો ન હોય અને પોતે રાજયસેવકના તે વગૅનો છે એમ માનવામાં આવે એવા ઇરાદાથી અથવા એમ માનવામાં આવે એવો સંભવ છે એવી જાણકારી સાથે તે વગૅના રાજય સેવકો પહેરતા હોય તેવો પોષાક પહેરે અથવા તેઓ રાખતા હોય તેવું ટોકન રાખે તેને ત્રણ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૩ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને.

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

કોઇપણ મેજીસ્ટ્રેટ