સમન્સની બજવણીથી અથવા અન્ય કાયૅવાહીથી બચવા માટે નાસી જવા બાબત
જે કોઇ વ્યકિત સમન્સ નોટીશ અથવા હુકમ કાઢવાની રાજય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સતા ધરાવતા રાજય સેવકે કાઢેલો સમન્સ નોટીશ અથવા હુકમ પોતાને ન બજે એટલા માટે નાસી જાય
(એ) તેને એક મહિના સુધીની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(બી) જયારે તે સમન્સ અથવા નોટીશ અથવા હુકમ ન્યાયાલયમાં જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા અથવા કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજુ કરવા માટેનો હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૦૬(એ) -
- ૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૨૦૬(બી)
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw