સમન્સની બજવણી અથવા બીજી કાયૅવાહી અથવા તેની પ્રસિધ્ધિ અટકાવવા બાબત - કલમ : 207

સમન્સની બજવણી અથવા બીજી કાયૅવાહી અથવા તેની પ્રસિધ્ધિ અટકાવવા બાબત

જે કોઇ વ્યકિત સમન્સ નોટીશ અથવા હુકમ કાઢવાની રાજય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સતા ધરાવતા રાજય સેવકે કાઢેલા સમન્સ નોટીશ કે હુકમની પોતાને અથવા બીજી કોઇ વ્યકિતને બજવણી થતી કોઇ પ્રકારે ઇરાદાપૂવૅક અટકાવે અથવા એવા કોઇ સમન્સ નોટીશ અથવા હુકમ કોઇ ઉપર કાયદેસર રીતે ચોડાંતા ઇરાદાપુવૅક અટકાવે અથવા એવાં સમન્સ નોટીશ કે હુકમ જે જગ્યાએ કાયદેસર રીતે ચોડયા હોય ત્યાંથી ઇરાદાપુવૅક હટાવી નાખે અથવા કોઇ રાજય સેવકની હેસિયતથી કોઇ ઉદઘોષણા કરવાનો આદેશ આપવાની કાયદેસર રીતે સતા ધરાવતા રાજય સેવકના અધિકાર હેઠળ આવી ઉદૃઘોષણા કાયદેસર રીતે થતી ઇરાદાપુવૅક અટકાવે

(એ) તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(બી) જયારે તે સમન્સ નોટીશ હુકમ કે ઉદ્દઘોષણા કોઇ ન્યાયલયમાં જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા અથવા કોઇ ન્યાયાલયમાં દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજૂ કરવા માટેની હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા દસ હજાર રૂપીયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૨૦૭(એ) - )-

- ૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

કલમ-૨૦૭(બી) -

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ