રાજય સેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા બાબત.
જે કોઇ વ્યકિત સમન્સ નોટીશ હુકમ કે ઉદ્દઘોષણા કાઢવાની રાજય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સતા ધરાવતા રાજય સેવકે કાઢેલા સમન્સ નોટીશ હુકમ કે ઉદ્દઘોષણાને માન આપી અમુક જગ્યાએ અને સમયે જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા પોતે કાયદેસર બંધાયેલ હોવા છતા તે જગ્યાએ અથવા સમયે ઇરાદાપુવૅક હાજર ન રહે અથવા જયાં હાજર રહેવા પોતે બંધાયેલ હોય તે જગ્યાએથી જે સમયે જવાનું તેના માટે કાયદેસર હોય તે પહેલા તે ચાલી જાય
(એ) તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીની દંડની અથવા તે બંને શીક્ષા કરવામાં આવશે
(બી) જયારે તે સમન્સ નોટીશ હુકમ કે ઉદ્દઘોષણા કોઇ ન્યાયાલયમાં જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા માટેની હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૦૮(એ) -
- ૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૨૦૮(બી)
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw