જેબીભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૪ હેઠળ ઉદૃઘોષણાના અનુસંધાનમાં ગેરહાજર રહેવા બાબત - કલમ : 209

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૪ હેઠળ ઉદૃઘોષણાના અનુસંધાનમાં ગેરહાજર રહેવા બાબત

જે કોઇ વ્યકિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૪ ની પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવેલ ઉદ્દઘોષણા દ્રારા નિદિષ્ટ કરાયેલ સ્થળ અને નિર્દિષ્ટ કરાયેલ સમયે હાજર ન રહે તેને ૩ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અથવા દંડ અથવા સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે અને જયાં પેટા કલમ (૪) હેઠળ તેને ઘોષીત ગુનેગાર જાહેર કરતો એકરાર (ડેકલેરેશન) કરવામાં આવેલ હોય તો તેને ૭ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

ભાગ-૧-

- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને અથવા સામાજિક સેવા

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

ભાગ-૧-

- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ