દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજુ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યકિતએ રાજય સેવક સમક્ષ દસ્તાવેજ રજુ ન કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવક સમક્ષ તેની એવી હેસિયતમાં કોઇ દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ રજુ કરવા અથવા તેમને સોંપી દેવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતા ઇરાદાપુવૅક તે રજુ ન કરે અથવા સોંપી ન દે
(એ) તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(બી) અને જયારે તે દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ ન્યાયાલયમાં રજુ કરવાનો અથવા સોંપી દેવાનો હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીની દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગર્ગીકરણ
કલમ-૨૧૦(એ) -
- ૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પ્રકરણ-૨૮ ની જોગવાઇઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૨૧૦(બી) -
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- પ્રકરણ-૨૮ ની જોગવાઇઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw