નોટીશ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યકિતએ રાજય સેવકને નોટીશ કે માહિતી ન આપવા બાબત. - કલમ : 211

નોટીશ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યકિતએ રાજય સેવકને નોટીશ કે માહિતી ન આપવા બાબત.

જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને તેની એવી હેસિયતમાં કોઇ બાબતની નોટીશ આપવા અથવા માહિતી પુરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતા કાયદા મુજબ આવશ્યક હોય તે રીતે અને તે સમયે એવી નોટીશ આપે નહિ અથવા એવી માહિતી પુરી પાડે નહિ.

(એ) તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(બી) જયારે આપવી આવશ્યક હોય ત્યારે તે નોટીશ અથવા માહિતી કોઇ ગુનો થયા અંગેની હોય અથવા કોઇ ગુનો થતો અટકાવવા માટે અથવા ગુનેગારોને પકડવા માટે આવશ્યક હોય તો તેને છ મહિના સુધીની

કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. (સી) જયારે આપવી આવશ્યક હોય ત્યારે તેવી નોટીશ અથવા માહિતી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૯૪ હેઠળ થયેલા હુકમ મુજબ આવશ્યક હોય તો તેને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૧૧(એ) -

- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને -

પોલીસ અધિકાર બહારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ-૨૧૧(બી) -

-૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

- ૬ મહિના સુધીની કેદ અથવા ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને - પોલીસ અધિકાર બહારનો

કલમ-૨૧૧(સી) -

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ