ખોટી માહિતી પુરી પાડવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને તેની એવી હેસિયતમાં કોઇ બાબતની માહીતી પુરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલી હોવા છતા તે બાબત સબંધી જે માહિતી ખોટી હોવાનું પોતે જાણતી હોય અથવા જે ખોટી હોવાનું માનવાને પોતાને કારણ હોય તેવી માહિતી સાચી માહિતી તરીકે પુરી પાડે
(એ) તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપીયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(બી) જયારે માહિતી આપવા કાયદેસર રીતે પોતે બંધાયેલો હોય તે કોઇ ગુનો થવા અંગે હોય અથવા કોઇ ગુનો થતો અટકાવવા માટે અથવા ગુનેગારને પકડવા માટે આવશ્યક હોય તો તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને પ્રકારની શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- કલમ-૨૧૧ માં અને આ કલમમાં ગુનો એ શબ્દમાં ભારત બહારના કોઇ સ્થળે કરેલું કોઇ પણ કૃત્ય જો તે ભારતમાં કર્યું હોત તો નીચેની કલમો એટલે કે કલમ ૧૦૩, ૧૦૫, ૩૦૭, કલમ-૩૦૯ની પેટા કલમો (૨) (૩) અને (૪) કલમ ૩૧૦ ની પેટા કલમ (૨) (૩) (૪) અને (૫) કલમ-૩૧૧, ૩૧૨, કલમ-૩૨૬ ના ખંડો (એફ) અને (જી) કલમ-૩૩૧ ની પેટા કલમ (૪) (૬) (૭) અને (૮) કલમ-૩૩૨ ના ખંડો (એ) અને (બી) પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાપાત્ર થાત તે કૃત્યનો સમાવેશ થાય છે અને ગુનેગાર શબ્દમાં જે વ્યકિત એવા કોઇ કૃત્ય માટે દોષિત હોવાનું કહેવામાં આવતું હોય તેનો સમાવેશ થાય છે.
ગુનાઓનુ વગર્ગીકરણ
કલમ-૨૧૨(એ)-
-૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૨૧૨(બી) -
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw