રાજય સેવક સોગંદ અથવા પ્રતિજ્ઞાા લેવા વિધિસર ફરમાવે ત્યારે એમ કરવાનું ના પાડવા બાબત
જે કોઇ વ્યકિત સાચું કહેવા માટે સોગંદ અથવા પ્રતિજ્ઞાથી પોતાના બંધાવાનુ ફરમાન કરવા કાયદેસર રીતે સતા ધરાવતા રાજય સેવક તેમ કરવા ફરમાવે ત્યારે એ રીતે બંધાવાની ના પાડે તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પ્રકરણ-૨૮ ની જોગવાઇઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw