પ્રશ્ન પુછવાનો અધિકાર ધરાવતા રાજય સેવકને જવાબ આપવાની ના પાડવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને કોઇ બાબતમાં સાચું કહેવા પોતે કાયદેસર રીતે બંધાયેલો હોવા છતાં તે રાજય સેવકે તેની એવી હેસિયતમાં કાયદેસર સતા વાપરતા તેને પુછેલા તે બાબતને સ્પશૅતા કોઇ પ્રશ્નનો જવાબ આપવાની ના પાડે તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીની દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પ્રકરણ-૨૮ ની જોગવાઇઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw