કથન ઉપર સહિ કરવાની ના પાડવા બાબત. - કલમ : 215

કથન ઉપર સહિ કરવાની ના પાડવા બાબત.

જે કોઇ વ્યકિત પોતે કરેલા કથન ઉપર પોતાને સહી કરવાનું ફરમાવવા કાયદેસર રીતે સતા ધરાવતા કોઇ રાજય સેવક તે કથન ઉપર સહી કરવાનું ફરમાવે ત્યારે તેના ઉપર સહી કરવાની ના પાડે તેને ત્રણ મહિના સુધીની સાદી કેદની અથવા ત્રણ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૩ મહિના સુધીની સાદી કેદ અથવા ૩૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

જામીની

- પ્રકરણ-૨૮ ની જોગવાઇઓને આધીન રહીને જે ન્યાયાલયમાં તે ગુનો થયો હોય તે ન્યાયાલય અથવા તે ગુનો કોઇ ન્યાયાલયમાં થયો ન હોય તો કોઇપણ મેજિસ્ટ્રેટ