કોઇ રાજય સેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યકિત પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞાા લેવડાવવાને કાયદાથી અધિકૃત વ્યકિત પાસે કોઈ બાબતમાં સાચું કહેવા માટે પોતે સોગંદ અથવા પ્રતિજ્ઞાથી કાયદેસર રીતે બંધાયેલ હોવા છતા એવા રાજય સેવક અથવા અન્ય વ્યકિત પાસે તે બાબતને સ્પશૅતુ જે કથન ખોટું હોય તેને જે ખોટુ હોવાનું પોતે જાણતી હોય કે માનતી હોય અથવા જે ખરૂ હોવાનું પોતે માનતા ન હોય એવું કથન કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw