કોઇ વ્યકિતને હાનિ પહોંચે એ રીતે કોઇ રાજય સેવક પાસે તેની કાયદેસરની સતાનો ઉપયોગ કરાવવાના ઇરાદાથી ખોટી માહિતી આપવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવક પાસે
(એ) જે હકીકતો વિષે તેને માહિતી મળી હોય તેમાં શુ તથ્ય છે તે જો તેના જાણવામાં હોય તો તેણે જે ન કરવું જોઇએ તે કામ કરાવવાના અથવા કરવું જોઇએ તે કામ ન કરાવવાના અથવા
(બી) કોઇ વ્યકિતને હાનિ પહોંચે અથવા ત્રાસ થાય એ રીતે તેની કાયદેસરની સતાનો ઉપયોગ કરાવવાના ઇરાદાથી અથવા પોતે તેમ કરાવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં પોતે જે માહિતી ખોટી હોવાનું જાણતી હોય અથવા માનતી હોય તેવી માહિતી તે રાજય સેવકને આપે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગર્ગીકરણ
- ૧ વષૅ સુધીની કેદ અને અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw