કોઇ રાજય સેવકના કાયદેસર અધિકારથી મિલકત લઇ લેવાતી હોય ત્યારે તેનો સામનો કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકના કાયદેસર અધિકારથી કોઇ મિલકત લઇ લેવાતી હોય ત્યારે તે રાજય સેવક છે એવું જાણવા છતા અથવા એવું માનવાને પોતાને કારણ હોવા છતા તેનો સામનો કરે તેને છ મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૬ મહિના સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw