રાજય સેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા બાબત. - કલમ : 219

રાજય સેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા બાબત.

જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકે તેની એવી હેસિયતમાં તેના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં ઇરાદાપુવૅક અડચણ કરે તેને એક મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૧ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ