રાજય સેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માંગણી કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકે તેની એવી હેસિયતથી તેના કાયદેસરના અધિકારથી કરેલા કોઇ મિલકતના વેચાણ વખતે પોતાને નામે અથવા તે વેચાણમાં મિલકત ખરીદવા માટે જેને કાયદેસર રીતે અસમથૅ હોવાનું પોતે જાણતી હોય તે વ્યકિતના નામે તે ખરીદે અથવા તેની હરાજીમાં માંગણી કરે અથવા તેવી માંગણી કરવાથી પોતાના ઉપર આવે તે જવાબદારીનું પાલન કરવાનો ઇરાદો ન હોવા છતા તે મિલકતની હરાજીમાં માંગણી કરે તેને એક મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા બસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
- ૧ મહિના સુધીની કેદ અથવા ૨૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw