રાજય સેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય ત્યારે તેને સહાય ન કરવા બાબત. - કલમ : 222

રાજય સેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય ત્યારે તેને સહાય ન કરવા બાબત.

જે કોઇ વ્યકિત રાજય સેવકને તેની જાહેર ફરજ બજાવવામાં સહાય કરવા માટે અથવા સહાય પહોંચાડવા માટે પોતે કાયદાથી બંધાયેલ હોવા છતા ઇરાદાપુવૅક એવી સહાય ન આપે

(એ) તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા બે હજાર પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(બી) અને જયારે એવી સહાય માગવા કાયદેસરની સતા ધરાવતા રાજય સેવકે જો કોઇ ન્યાયાલયે કાયદેસર કાઢેલા કામગીરી હુકમની બજવણીના અથવા કોઇ ગુનો થતો અટકાવવાના અથવા કોઇ હુલ્લડ અથવા બખેડો દાબી દેવાના અથવા કોઇ ગુનાના આરોપીને અથવા કોઇ ગુના માટે કે કાયદેસરની કસ્ટડીમાંથી નાસી છુટવા માટે દોષિત વ્યકિતને અટકમાં લેવાના હેતુ માટે તેની પાસેથી સહાય માંગી હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૨૨૨(એ)-

- ૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૨૨૨(બી) -

- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ