રાજય સેવકે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ હુકમ જાહેર કરવાની કાયદેસર સતા ધરાવતા રાજય સેવકે જાહેર કરેલા હુકમથી પોતાને અમુક કૃત્ય કરતા રોકવા માટે અથવા પોતાના કબજાની કે પોતાના વહીવટ નીચેની અમુક મિલકતની અમુક વ્યવસ્થા કરવા માટે આદેશ થયો હોવાનું જાણવા છતાં તે આદેશનું પાલન ન કરે તેને
(એ) જો એવી અવજ્ઞા કાયદેસર રીતે કામે રાખેલી વ્યકિતઓને અડચણ ત્રાસ કે હાનિ પહોંચાડે અથવા પહોંચાડે તેમ હોય અથવા અડચણ ત્રાસ કે હાનિનું જોખમ પેદા કરે કે કરે તેમ હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા બે હજાર પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(બી) અને જયારે એવી અવજ્ઞા માનવ જીવન તંદુરસ્તી કે સલામતિને ભયમાં મુકે અથવા મુકે તેમ હોય અથવા તેથી હુલ્લડ કે બખેડો થાય અથવા થાય તેમ હોય તો તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણ.- ગુનેગારનો હાનિ કરવાનો ઇરાદો હોવો જોઇએ અથવા પોતે કરેલી અવજ્ઞાથી હાનિ થવા સંભવ છે એવું તેના ખ્યાલમાં હોવું જોઇએ તે જરૂરી નથી જે હુકમનું પોતે પાલન કરતો નથી તે હુકમની તેને જાણ હોય અને પોતે કરેલી અવજ્ઞાથી હાનિ થાય કે થવાનો સંભવ હોય તે પુરતુ છે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૨૩(એ) -
- ૬ મહિના સુધીની સાદી કેદ અથવા ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૨૨૩(એ) -
- ૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw