કોઇ રાજય સેવકને રક્ષણ માટે અરજી કરતા અટકે તે માટે કોઇ વ્યકિતને હાનિ પહોંચાડવાની ધમકી આપવા બબત.
જે કોઇ વ્યકિત કોઇ હાનિ સામે રક્ષણ આપવા કે અપાવવા રાજય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સતા ધરાવતા હોઇ રાજય સેવકને એવા રક્ષણ માટે કાયદેસર અરજી કરતા અટકે કે અરજી ન કરે તે માટે કોઇ વ્યકિતને હાનિ પહોંચાડવાની ધમકી આપે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw