કોઇ કાયદાકીય સતાનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતાં અટકાવવા માટે આપઘાત કરવાની કોશિશ - કલમ : 226

કોઇ કાયદાકીય સતાનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતાં અટકાવવા માટે આપઘાત કરવાની કોશિશ 

જે કોઇ વ્યકિત રાજય સેવકને તેની સતાવાર ફરજનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતાં અટકાવવાના ઇરાદાથી આપઘાત કરવાની કોશિશ કરે અને તે ગુનો કરવા માટે કોઇ કૃત્ય કરે તેને એક વષૅની મુદત સુધીની સાદી કેદની અથવા તે બંને અથવા સામાજિક સેવાની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને પોલીસ અધિકાર બહારનો

જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ