ખોટો પુરાવો આપવા બાબત. - કલમ : 227

ખોટો પુરાવો આપવા બાબત.

જે કોઇ વ્યકિત સોગંદ અથવા કાયદાની સ્પષ્ટી જોગવાઇથી સાચું કહેવા માટે પોતે કાયદેસર બંધાયેલ હોવા છતા અથવા કોઇ વિષય ઉપર એકરાર કરવા માટે કાયદાથી બંધાયેલી હોવા છતા જે કથન ખોટું હોય અને જે ખોટું હોવાનુ પોતે જાણતી કે માનતી હોય અથવા જે સાચું હોવાનું પોતે માનતી ન હોય તેવું કથન કરે તેણે ખોટો પુરાવો આપ્યો એમ કહેવાય.

સ્પષ્ટીકરણ ૧.- કોઇ કથન મૌખીક હોય કે બીજી રીતે કરેલું હોય તો પણ તે આ કલમના અથૅમાં આવી જાય છે. સ્પષ્ટીકરણ ૨.- શાખ કરનારની પોતાની માન્યતા સબંધી કોઇ ખોટું કથન આ કલમના અથૅમાં આવી જાય છે અને પોતે જે બાબત માનતી ન હોય તે માને છે એમ કહેવાથી તેમજ પોતે જે બાબત જાણતી ન હોય તે જાણે છે એમ કહેવાથી કોઇ વ્યકિત ખોટો પુરાવો આપવા માટે દોષિત બની શકે છે