ખોટો પુરાવો ઊભો કરવા બાબત.
જે કોઇ વ્યકિત એવા આશયથી કોઇ પરિસ્થિતિ ઊભી કરે અથવા કોઇપણ પુસ્તક અથવા રેકોડૅમાં અથવા ઇલેકટ્રોનિક રેકડૅમાં ખોટી નોંધ કરે અથવા ખોટો કથનવાળો દસ્તાવેજ અથવા ઇલેકટ્રોનિક રેકડૅ બનાવે કે જેથી એવી પરિસ્થિતિ ખોટી નોંધ કે ખોટુ કથન કોઇ ન્યાયિક કાયૅવાહીમાં અથવા કોઇ રાજય સેવકની હેસિયતમાં કોઇ રાજય સેવક સમક્ષ કે કોઇ લવાદ સમક્ષ કાયદા મુજબ ચાલતી કોઇ કાયૅવાહીમાં પુરાવા તરીકે આવી જાય અને એ રીતે પુરાવામાં આવેલી પરિસ્થિતિ ખોટી નોંધ કે ખોટા કથન ઉપરથી એવી કાયૅવાહીમાં પુરાવા ઉપરથી અભિપ્રાય બાંધનારી વ્યકિત એવી કાયૅવાહીના પરિણામ માટે મહત્વના કોઇ મુદ્દાને સ્પશૅતો ખોટો અભિપ્રાય બાંધે તો તેણે ખોટો પુરાવો ઊભો કયો છે એમ કહેવાય.
Copyright©2023 - HelpLaw