ખોટા પુરાવા માટે શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત ન્યાયિક કાયૅવાહીમાં કોઇપણ તબકકે ઇરાદાપુવૅક ખોટો પુરાવો આપે અથાવ ન્યાયિક કાયૅવાહીમાં કોઇ પણ તબકકે ઉપયોગમાં લેવાય તે હેતુથી ખોટો પુરાવો ઊભો કરે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દસ હજાર રૂપિયા સુધીના દંડને પણ પાત્ર થશે. (૨) જે કોઇ વ્યકિત પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ હોય તે સિવાયના બીજા કોઇ પ્રસંગે ઇરાદા પુવૅક ખોટો પુરાવો આપે અથવા ઊભો કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે પાંચ હજાર રૂપિયા સુધીના દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ ૧.- લશ્કરી ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહી ન્યાયિક કાર્યવાહી છે.
સ્પષ્ટીકરણ ૨.- કોઇ ન્યાયાલય સમક્ષ કાયૅવાહી થતાં પહેલા કાયદાના આદેશ મુજબ અન્વેષણ કરવામાં આવે તે ન્યાયિક કાયૅવાહીનો એક તબકકો છે પછી ભલે તે અન્વેષણ કોઇ ન્યાયાલય સમક્ષ ન થાય.
સ્પષ્ટીકરણ ૩. કાયદા અનુસાર કોઇ ન્યાયાલયના આદેશ મુજબ અને કોઇ ન્યાયાલયના અધિકાર હેઠળ અન્વેષણ કરવામાં આવે તે ન્યાયિક કાયૅવાહીનો એક તબકકો છે પછી ભલે તે અન્વેષણ ન્યાયાલય સમક્ષ ન થાય.
ગુનાઓનુ વગર્ગીકરણ
કલમ-૨૨૯(૧)-
- ૭ વષૅ સુધીની કેદ અને ૧૦૦૦૦ રૂપિયાનો દંડ
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ
કલમ-૨૨૯(૨)-
- ૩ વષૅ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw