મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઇરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત
(૧) જે કોઇ વ્યકિત ભારતમાં તે સમયે અમલમાં હોય તે કાયદા મુજબ મોતની શિક્ષાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપીને અથવા ઊભો કરી કોઇ વ્યકિતને દોષિત ઠરાવવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી તે દોષિત ઠરશે એવો સંભવ હોવાનું જાણવા છતાં ખોટો પુરાવો આપે અથવા ઊભો કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે પચાસ હજાર રૂપિયા સુધીના દંડને પણ પાત્ર થશે.
(૨) જો પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ ખોટા પુરાવાને પરિણામે કોઈ નિર્દોષ વ્યકિતને દોષિત ઠરાવી તેને થયેલી મોતની સજાનો અમલ કરવામાં આવે તો એવો ખોટો પુરાવો આપનાર વ્યકિતને મોતની અથવા પેટા કલમ (૧) માં નિદિષ્ટ શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વગીકરણ
કલમ-૨૩૦(૧)-
- આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને ૫૦૦૦૦ રૂપિયાનો ές
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૨૩૦(૨)-
- મોત અથવા ઉપર પ્રમાણે
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw