આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઇરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત. - કલમ : 231

આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઇરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા બાબત.

જે કોઇ વ્યકિત ભારતમાં તે સમયે અમલમાં હોય તે કાયદા મુજબ મોતની શિક્ષાને નહિ પણ આજીવન કેદની કે સાત વષૅની કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપીને અથવા ઊભો કરીને કોઇ વ્યકિતને દોષિત ઠરાવવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી તે દોષિત ઠરશે એવો સંભવ હોવાનું જાણવા છતા ખોટો પુરાવો આપે અથવા ઊભો કરે તેને જેમ તે ગુના માટે દોષિત ઠરેલી કોઇ વ્યકિત શિક્ષાને પાત્ર થાત તેમ શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- તે ગુના માટે હોય તે જ શિક્ષા

- પોલીસ અધિકાર બહારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય