ખોટો પુરાવો આપવા કોઇ વ્યકિતને ધમકી આપવા બાબત - કલમ : 232

ખોટો પુરાવો આપવા કોઇ વ્યકિતને ધમકી આપવા બાબત

(૧) જે કોઇ વ્યકિત બીજી વ્યકિતને તે ખોટો પુરાવો આપે તેવા ઇરાદાથી તેની પ્રતિષ્ઠાને અથવા મિલકતને અથવા તેવી વ્યકિત જેમાં હિત ધરાવતી હોય તેવી વ્યકિતને કે તેની પ્રતિષ્ઠાને કોઇ હાનિ કરવાની ધમકી આપે તેને ૭ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જો નિદોષ વ્યકિતને પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ ખોટા પુરાવાને પરિણામે દોષિત ઠરાવેલ હોય અને મોત અથવા ૭ વષૅથી વધુ મુદતની કેદની સજા થઇ હોય ત્યારે જેણે ધમકી આપેલ હોય તે વ્યકિતને તેવી નિદર્દોષ વ્યકિતને શિક્ષા અને સજા કરવામાં આવેલ હોય એ રીતે અને એટલે અંશે શિક્ષા અને સજા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૨૩૨(૧)-

- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- ખોટો પુરાવો આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય

કલમ-૨૩૨(૧)-

- તે ગુના માટે હોય તે શિક્ષા

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- ખોટો પુરાવો આપવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય