જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેનો ઉપયોગ કરવા બાબત - કલમ : 233

જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેનો ઉપયોગ કરવા બાબત

જે કોઇ વ્યકિત પોતે કોઇ પુરાવો ખોટો અથવા ઊભો કરેલો હોવાનું જાણતી હોય તેનો સાચા અથવા ખરા પુરાવા તરીકે અનૈતિક રીતે ઉપયોગ કરે અથવા કરવાની કોશિશ કરે તેને તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે અથવા ઊભો કર્યો છે તેમ ગણીને એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ખોટો પુરાવો આપવા કે ઊભો કરવા માટે હોય તે શિક્ષા

- પોલીસ અધિકાર બહારનો તેવો પુરાવો આપવાનો ગુનો જામીન કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- ખોટો પુરાવા આપવા કે ઊભો કરવાના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય